માંડવીનાં દાદાકુઈ ગામે ગેટ ફળિયામાં દુકાન ચલાવતી મહિલાને દુકાનની સામે રહેતા માતા પુત્રેએ માર મારતા માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માંડવી તાલુકાનાં દાદકુઈ ગામે ગેટ ફળિયામાં રહેતી મીતુબેન ચતુરભાઈ ચૌધરી કરિયાણાની દુકાન ચલાવે છે તેનો પતિ ચતુર દુકાનની સામે રહેતી શિવાની નામની મહિલા સાથે મોબાઈલ ફોન પર વાતચીત કરતો હતો. જેથી મીતુબેન ગત તારીખ 15/06/2024નાં રોજ સવારે શિવાનીના ઘરે જઈને તેનો મોબાઈલ ફોન લઈ આવી હતી. જયારે સાંજે ચાર વાગ્યે શિવાનીનો પતિ પ્રિતેશ કરમભાઈ ચૌધરી મીતુબેનના ઘરે આવ્યો હતો અને શિવાનીનો મોબાઈલ કેમ લઈ આવી અને મોબાઈલ કયા છે એમ કહેતામિતુએ જણાવ્યું હતું કે, મોબાઈલ ફોન ચેક કરવા લઈ આવી છુ મારો પતિ ચતુર આવશે.
ત્યારે ચેક કરી આપી દઈશ એમ કહેતા જ પ્રિતેશ ઉશ્કેરાય ગયો હતો અને મીતુબેન સાથે ઝપાઝપી તેના ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો જયારે ફળિયાનાં લોકો ભેગા થઈ જતા પ્રિતેશ નાસી છુટયો હતો ત્યારબાદ પ્રિતેશની માતા રાજુબેન કરમભાઈ ચૌધરી પણ દુકાન પર આવીને મારા છોકરા સાથે ઝઘડો કેમ કરે છે તેમ કહીને મીતુબેનને માર મારવા લાગી હતી. બીજા દિવસે સવારે મીતુબેનને શરીરમાં દુખાવો થતા માંડવીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીની સારવાર ચાલી રહી છે મીતુબેને પ્રિતેશ ચધરી અને તેની માતા રાજુબેન વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application