Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડનાં વ્હોરા વાડમાં ટેમ્પો મુકવા બાબતે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર બે ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

  • December 05, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં વ્હોરા વાડમાં વાડામાં ટેમ્પો મુકવા બાબતે ટેમ્પો ચાલકને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર બે ઈસમો ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વાલોડનાં વ્હોરા વાડમાં રહેતા મોહમદ યુસુફ ભૂલા (ઉ.વ.36)નાઓએ ગત તારીખ 02/12/2023ના રોજ સવારના આઠેક વાગ્યાના સમયે પોતાના કબજાનો ટેમ્પો નંબર GJ/05/YY/5690ને લઇ ખેતરે પશુઓને ઘાસચારો ચિમડી લેવા માટે ગયેલ હતા અને આશરે ત્યાંથી સવા નવથી સાડા નવ વાગ્યાના સુમારે ટેમ્પોમાં ચિમડી ભરી પોતાના ઘરે આવી ઘરના પાછળના ભાગે આવેલ વાડામાં ટેમ્પો ઉભો રાખી ચિમડી ખાલી કરતા હતા.



તે સમયે વાડાથી આશરે 200 ફૂટ જેટલું અયુબભાઈ અહમદભાઈ શેખનું મકાન આવેલ હતું અને તેઓ અગાસી ઉપરથી જોરજોરથી બોલતા હતા કે, અહીંયા ટેમ્પો ઉભો રાખવાનો નહીં અને અહીં ફરીથી ટેમ્પો લાવવાનો નહીં જેથી મોહમદભાઈએ કીધું હતું કે, આ વાડો મારી માલકીનો છે અને રસ્તો 10 ફૂટ છોડેલ છે જે લોકોને જવા આવવા માટે છે જે જાહેર જનતા માટે છે અને આ વાડો મારો છે એટલે હું મારા વાડામાં ટેમ્પો લાવેલો છું તેમ કહેતા અયુબભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને મોહમદભાઈને કહેવા લાગ્યા હતા કે, હવે પછી અહીં ટેમ્પો લાવીશ તો જાનથી મારી નાંખીશ અને વીભત્સ ગાળો આપી હતી તેમજ તેમની પત્નીને પણ અયુબભાઈએ કહ્યું કે હવે તો તારૂ શું થાય તે જોઈ લેજે જેથી મોહમદભાઈએ ટેમ્પો લઈ મારા ઘરની આગળ આવતો હતો.




ત્યારે અયુબભાઈ અને ફરહાનભાઈ નાઓએ રસ્તામાં આવેલ અને મોહમદભાઈને ઉભો રાખી કહેલ કે, હવે પછી ફરીથી વાડામાં ટેમ્પો લઈને આવશો આવતો નહીં તેમ કહી મોહમદભાઈને ટેમ્પાના દરવાજે આડા ઉભા કરી અયુબભાઈને વાળ ખેંચીને ખભા ઉપર ઠીક મારેલ અને ફરહાનભાઈએ ખભાનાં ભાગે ઢીક્ક મૂકીનો મારમારી અને વાળ ખેંચી જોરજોરથી કહેવા લાગ્યો કે, ‘આજે તું બચી ગયેલ છે હવે પછી વાડામાં ટેમ્પો લાવશે તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે મોહમદ યુસુફ ભૂલા નાંઓએ વાલોડ પોલીસ મથકે તારીખ 03/12/2023નાં રોજ અયુબ અહમદ શેખ અને ફરહાન આરીફ શેખ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application