નડિયાદમાંથી સરકારી નોકરીની લાલચ આપી 5 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 53.02 લાખ પડાવી પાડનારા 5 ઠગો પૈકી એક શખ્સને નડિયાદ ટાઉન પોલીસે ફોન કોલના લોકેશનના આધારે ઝડપી લીધો હતો. આણંદ ક્રિશ્ચિયન કોલોનીમાં રહેતા અને કોલેજ ઓફ એજ્યુકેશન આણંદમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા સચિનકુમાર નટુભાઈ પરમાર સહિત 5 લોકો સાથે સરકારી નોકરી આપવાની લાલચ આપીને શખ્સોએ રૂપિયા 53.02 લાખની ઠગાઈ કરી હતી. આ અંગે સચિનકુમારની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે મનદિપસિહ વાઘેલા, ચિરાગ પટેલ, ધવલ પટેલ, જીગર અને ગુપ્તા નામના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી હતી.
નડિયાદ પોલીસે તપાસ હાથ ધરી મોબાઈલ લોકેશનના આધારે પોતાની જાતને ગુપ્તા તરીકે ઓળખાવનાર હિરેનસિંહ જશવંતસિંહ ડાભી (રહે.ગાંધીનગર જિલ્લાના માણસા નજીક મંડાણી)નાને પકડી પાડયો છે. હિરેનસિંહ જમીન દલાલનો ધંધો કરે છે અને માત્ર 12 ચોપડી પાસ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તેણે આ ટોળકી ઊભી કરી સરકારી નોકરી અપાવવા માટે લાલચ આપી નાણાં પડાવ્યા હોવાની કબુલાત કરી છે. ઝડપાયેલા હિરેન ડાભીને નડિયાદની કોર્ટમાં શુક્રવારની સાંજે રજૂ કરાયો હતો. પોલીસે કોર્ટ સમક્ષ 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે આરોપી હિરેન ડાભીના 2 દિવસના મંજૂર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન પોલીસે 4 બીજા આરોપીઓને લોકેશન ટ્રેસ કરી પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application