મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં બોરકચ્છ ગામે પોતાના ઘરે વગર પાસ પરમિટે વિદેશી દારૂનું વેચાણ કરનાર એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો આજરોજ ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પ્રોહી. ગુના અંગેની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બોરકચ્છ ગામનાં નિશાળ ફળિયામાં રહેતો અને પ્રોહી. પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમ જ્ઞાનેશ્વર ઉર્ફે નાનુ લક્ષ્મણભાઈ ચૌધરી નાનો પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચતા ત્યાં એક ઈસમ હાજર મળી આવતા જેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, જ્ઞાનેશ્વર ઉર્ફે નાનુ લક્ષ્મણભાઈ ચૌધરી (રહે.બોરકચ્છ ગામ, નિશાળ ફળિયું, તા.ડોલવણ)નાં હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પોલીસે તેને સાથે રાખી ઘરમાં તથા ઘરની આજુબાજુ તપાસ કરતાં ઘરના એક ખૂણામાં મીણીયા કોથળામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 314 નંગ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 26,100/- હતી. જોકે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ પ્રોહી. મુદ્દામાલ બચુભાઈ નામના ઈસમે પૂરો પાડતા તેને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500