સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં ઈસનપુર ગામના કુંડ ફળિયામાં બે ચાર દિવસથી રહેણાક વિસ્તારમાં શિકારની શોધમાં દીપડો આંટાફેરા મારતો હતો જેથી ગ્રામજનોએ વાંકલ વિભાગને પાંજરું ગોઠવવા માટે જાણ કરવામાં આવી હતી. વાંકલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેનભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ વન કર્મચારીઓ દ્વારા પાંજરું ગોઠવવામાં આવતા વહેલી સવારે આટા દીપડો શિકારની શોધમાં મારણ ખાવાની લાલચમાં પાંજરે પુરાઈ ગયો હતો. વન કર્મચારીઓ દીપડાને ઝંખવાવ રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ ગયા હતા. દીપડાને ચિપ્સ લગાવી ચેકઅપ કરાવી સુરક્ષિત રીતે જંગલમાં છોડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application