Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જલાલપોર તાલુકાનાં ડાંભેર ગામે કલેકટરનાં અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઇ

  • March 02, 2023 

જરૂરીયાતમંદ લોકોએ સરકારની વિવિધ જન હિતકારી યોજનાઓનો લાભ લેવો જોઇએ કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ ડાંભેર ગામે કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઇ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાંભેર ગામે કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને રાત્રિસભા યોજાઇ હતી. સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓ છેવાડાનાં લોકો સુધી પહોંચે તથા ગામનાં પ્રશ્નોનું સ્થળ પરજ નિરાકરણ થાય તે માટે રાત્રિ સભા યોજવામાં આવે છે. ગ્રામજનોને કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, જરૂરીયાતમંદ લોકોએ સરકારની વિવિધ જન હિતકારી યોજનાઓનો લાભ લેવો જોઇએ.યોજનાઓની માહિતી આપવા અને ગામના પ્રશ્નોનુ સ્થળ પર જ નિરાકરણ લાવવા સરકાર વતી જિલ્લાના અધિકારીઓ તમારા ગામ આંગણે આવ્યા છીએ.







કલેકટર સમક્ષ ગ્રામજનોએ રસ્તાના પ્રશ્નો, વીજળીની સમસ્યા,પુલ બનાવવા, બસની સુવિધા વધારવા સહિતના પ્રશ્નો રજુ કર્યા હતાં. ગામ લોકોના પ્રશ્નોનું તત્કાલ નિવારણ લાવવા કલેકટરએ સંબંધિત અધિકારીઓને સુચનાઓ આપી હતી. પ્રાંત અધિકારી આર.આર.બોરડે રાત્રિ સભાનો ઉદ્દેશ્ય સમજાવતા કહયું હતું કે, જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ગામડે આવીને ગ્રામજનોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થાય અને ગ્રામજનોએ તાલુકા મથક કે જિલ્લા મથક સુધી જવું ન પડે. રાત્રિ સભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.એસ.ગઢવી સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગામલોકો જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application