Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર : ઝાળીમાંથી ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી, હાલ બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી

  • September 04, 2024 

ગાંધીનગર શહેર નજીક આવેલા રાયસણ ગામ તરફ જવાના માર્ગ ઉપર ઝાળીમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી છે. જેથી હાલ તેને સારવાર માટે ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવી છે અને આ મામલે ઇન્ફોસીટી પોલીસ દ્વારા તેને ત્યજી દેનાર માતા સામે ગુનો દાખલ કરીને શોધખોળ શરૃ કરવામાં આવી છે. સમાજમાં આમ તો પ્રચલિત કહેવત છે કે પુત્ર કપૂત થાય પરંતુ માવતર કમાવતર કદીએ ના થાય પરંતુ ફરીવાર આ કહેવત અહીં ગાંધીનગરમાં ખોટી પડી છે. કેમકે ગાંધીનગર શહેર નજીક આવેલા રાયસણ ગામ તરફ જવાના માર્ગ ઉપર તાજી જન્મેલી બાળકીને એની માતા દ્વારા ત્યજી દેવાની ઘટના બહાર આવી છે.


જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રાયસણ ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા અશ્વિનભાઈ દશરથજી ઠાકોર ગઈકાલે ઘરે હતા તે દરમિયાન તેમના મિત્ર આનંદ રેવાભાઇ પરમારે ફોન કરીને જાણ કરી હતી કે, રાયસણ ગામ તરફ જવાના રોડ ઉપર પંકજ જોશીના ફાર્મ પાસે એક નવજાત બાળક કપડું વીંટાળેલ હાલતમાં પડયું છે. જેના પગલે તેઓ તુરંત જ તેમના કાકી જશીબેન ઠાકોર સાથે ત્યાં પહોંચ્યા હતા અને જોયું તો આ બાળકી કપડા વિટાડાયેલી હાલતમાં પડી હતી અને વરસાદ પણ ચાલુ હતો. બાળકીની નાળ પણ ખુલ્લી હાલતમાં હતી જેના કારણે કોઈ જનેતાએ તેનું પાપ છુપાવવા માટે આ કૃત્ય કર્યું હોવાનો અંદાજો આવી ગયો હતો. જેથી આ મામલે ઇન્ફોસીટી પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા બાળકીને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરીને તેની માતાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application