Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી શૈક્ષણિક વર્ષથી પહેલા ધોરણમાં વિદ્યાર્થીને પ્રવેશ માટે નવો નિયમ લાગુ : 6 વર્ષની ઉંમર હશે તો જ વિદ્યાર્થીને પ્રવેશ મળશે

  • February 02, 2023 

ગુજરાતમાં આગામી શૈક્ષણિક વર્ષથી પહેલા ધોરણમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે નવો નિયમ લાગુ કરવામાં આવશે. આગામી વર્ષથી ધોરણ-1માં 1 જૂન 2023નાં રોજ ઓછામાં ઓછી 6 વર્ષની ઉંમર હશે તે જ વિદ્યાર્થીને પ્રવેશ મળશે. જો તેમાં એક વર્ષ ખુટતુ હશે તો વાલીઓએ એક વર્ષ સુધી રાહ જોવી પડશે. અગાઉ શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને પ્રવેશની વયમર્યાદામાં છુટછાટ આપવા માંગ કરી હતી.






ત્યારે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પ્રાથમિક સ્કૂલોમાં એડમિશનને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બાળકને 6 વર્ષથી એકપણ દિવસ ઓછો હશે તો શાળામાં પ્રવેશ નહીં મળે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બાળકને 6 વર્ષથી એકપણ દિવસ ઓછો હશે તો શાળામાં પ્રવેશ નહીં મળે. 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાળ વાટિકાનું આયોજ કરાયું છે. 6 વર્ષ સુધી બાળકોની બુધ્ધિનો સૌથી સારો વિકાસ થાય છે. બાળકો 6 વર્ષ પહેલા જ્ઞાન સાથે ગમ્મત કરતા થાય એ માટે બાળ વાટિકા મદદરૂપ થશે. જેથી બાળકને 6 વર્ષ પુરા થયેલા હશે તો જ તેને પ્રાથમિક શાળામાં એડમિશન મળશે. 





તેમણે બજેટને લઈને પણ જણાવ્યું હતું કે, 7 આયામો સાથેનું સપ્તર્ષિ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં યુવાઓ માટે ખૂબ મોટી તકો આપવામાં આવી છે. જોકે 100 વર્ષે ભારત ક્યાં હોવું જોઈએ એ બાબતને ધ્યાને રાખી બજેટ અપાયું છે. સ્ટાર્ટ અપની શરૂઆત ગુજરાતથી થઈ છે. ગુજરાતમાં 6 હજાર કરતા વધારે સ્ટાર્ટ અપ છે. ભારત માટે ખૂબ મોટી તકોનું સર્જન થઈ રહ્યું છે. માત્ર સરકારી નોકરી જ એકમાત્ર વિકલ્પ નથી. ગુજરાતનાં યુવાઓ માટે અનેક વિકલ્પો સ્ટાર્ટઅપ થકી ઉપલબ્ધ છે. સ્ટાર્ટઅપ કર્તાઓ માટે આર્થિક મદદ ઉભી છે અને 2070 સુધીમાં 0 ટકા કાર્બન ઉપાર્જનનો લક્ષ્યાંક છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application