Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : પોષડોડા અને અફીણ સાથે આધેડ ઝડપાયો

  • October 31, 2023 

રાજકોટનાં જસદણ તાલુકાનાં ભડલી ગામ નજીકથી પોષડોડા અને અફીણ સાથે એક આધેડને ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી.નાં ઈન્ચાર્જ પી.આઈ.ને મળેલી ચોકકસ બાતમીના આધારે જસદણ પોલીસ મથકની હદમાં આવતાં ભડલી ગામ નજીકથી પસાર થયેલી સિલ્વર કલરની વેગનઆર કારને અટકાવી તલાશી લેતા પાછળથી 500 ગ્રામ પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો.



જયારે કાર ચાલક મનુભાઈના ખીસ્સામાંથી 50 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. આ બંને માદક પદાર્થ ઉપરાંત મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા 2.4 લાખનો મુદ્દામાલ એસ.ઓ.જી.એ કબ્જે કર્યો હતો. એસ.ઓ.જી.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી હાલ ચાર દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યાનું અને પીવા માટે માદક પદાર્થ રાખ્યાનું કહી રહ્યા છે. જેમાં કેટલું તથ્ય છે તેની ખરાઈ થઈ રહી છે. આરોપીએ આ માદક પદાર્થ કોની પાસેથી લીધા, ખરેખર પીવા માટે હતા કે વેચવા માટે તે અંગે પણ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application