Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારની ટક્કરે આવતાં આધેડનું ઘટના સ્થળે મોત નિપજયું

  • September 28, 2024 

સુરત જિલ્લાનાં કિમ ખાતે કંપનીમાં નોકરી જતી વખતે અમરોલીમાં આઉટર રિંગરોડ પર સવારે બાઇકને કારે ટક્કર મારતા ગંભીર ઇજા થતા આધેડનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, ચોકબજારનાં વેડ રોડ પર ઓમ વિધ્નશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા ૫૩ વર્ષીય રાજેસભાઇ મધુભાઇ વેગડ શુક્રવારે સવારે બાઇક પર કિમખાતે કંપનીમાં નોકરી જવા નીકળ્યા હતા. તે સમયે અમરોલીમાં આઉટર રિંગરોડ પર વરીયાવ ત્રણ રસ્તા પાસે પુરપાટ હંકારતા કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો તો જેમાં તેને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીંપજયું હતું. જયારે રાજેશભાઇ મુળ અમરેલીમાં ધારીના વતની હતા. તેમને સંતાનમાં એક પુત્ર છે. આ અંગે અમરોલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application