ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તાર ખાતે રહેતા અને ન્યુઝ પેપર એજન્સી ધરાવતા આધેડને કલર કામના પૈસાની લેતીદેતીનાં મામલે કલર કામ કરતા બે કારીગરો સાથે રકઝક ચાલી રહી હતી. તે દરમિયાન કલર કામ કરનારા બે કારીગરોએ ઉશ્કેરાટમાં આવીને વહેલી સવારના સમયે ડોન પાસે આવેલી ન્યુઝ પેપર એજન્સી એ છરી સાથે પહોંચ્યા હતા અને ફરી વખત પૈસાની ઉઘરાણી કરી બોલાચાલી કરી આધેડ પર બંને શખ્સ છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા જેથી આધેડ લોહી લુહાણ હાલતે રસ્તા પર જ ઢલી પડયા હતા. જોકે આધેડને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘોઘા રોડ પોલીસે હત્યા કરનાર સગીર સહિત બે શખ્સને ઝડપી લીધા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના સુભાષ નગર વિસ્તાર ખાતે આવેલ કમલ એપાર્ટમેન્ટમાં રહેતા વિલ્સુભાઈ પ્રકાશભાઈ રેલિયાએ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, વિલ્સુભાઈનાં પિતા પ્રકાશભાઈ રેલિયાએ ઘરનુ રીનોવેશન કરાવવા માટે મનસુખભાઇ શિયાળ (રહે.શિતળા માં’ના મંદીર પાસે, ભાવનગર)નાને 1.30 લાખમાં કામ આપેલ હતું અને મનસુખભાઇ શિયાળને મારા પ્રકાશભાઈ રેલિયાએ 1 લાખ રૂપીયા આપેલ હતા. ત્યારબાદ મનસુખભાઇ શિયાળ કામ અધુરૂ મુકીને જતા રહેલ તે અધુરૂ કામ પુરૂ કરાવેલ હતુ અને મારા પિતાએ મનસુખભાઇને અધુરા કામના ત્રીસ હજાર રૂપીયા આપેલ ન હતા.
જેથી મનસુખભાઇ શિયાળ અવાર નવાર મારા પિતાની પાસે પૈસાની ઉઘરાણી કરવા આવતા હતા. જેની મને જાણ હતી અને મારા પ્રકાશભાઈ રેલિયાએ મનસુખભાઇ શિયાળને કહેલ પણ હતુ, ‘કે તમે રીનોવેશનનુ કામ અધુરૂ મુકેલ હતુ તે પુરૂ કરેલ છે’ જેથી તમને હવે કોઇ પૈસા દેવાના બાકી નથી તેમ છતા મનસુખભાઇ શિયાળ પ્રકાશભાઈ રેલિયા પાસે તે પૈસાની અવારનવાર ઉઘરાણી કરતા હતા. છેલ્લે નવરાત્રીના દિવસોમાં મનસુખભાઇ શિયાળ દુકાને આવીને બાકીના પૈસાની ઉઘરાણી કરી હતી અને પૈસા નહી આપો તો તમને જોઇ લઇશ તેવી ધમકી પણ આપી હતી.
તેવામાં આ સમગ્ર ઘટનાની વેર રાખી વહેલી સવારના મળશકે મનસુખભાઇ શિયાળ અને અજાણ્યો શખ્સ છરી સાથે ધસી આવ્યા હતા અને પ્રકાશભાઈ રેલીયા પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. પ્રકાશભાઈ રેલીયાને લોહી લુહાર હાલતે હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરમના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતક પ્રકાશભાઈ રેલીયાના પુત્ર વિલ્સુભાઈ એ બે શખ્સો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઘોઘારોડ પોલીસે હત્યા કરનાર મનસુખ શિયાળ તથા એક સગીર સહિત બેને પકડી લીધા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500