Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર અડફેટે આવતાં આધેડનું મોત નિપજ્યું

  • May 05, 2024 

અમદાવાદના દાસ્તાન સર્કલ પાસે રોડ ક્રોસ કરી રહેલા આધેડને ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી કાર ચાલક ભાગી ગયો હતો. આ ઘટના અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વિગત એવી છે કે ટ્રાફિક જી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હેડ કોન્સ્ટેબલ દિપકભાઇ જગદીસભાઇ ફરજ ઉપર હાજર હતા.


ત્યારે પોલીસ કન્ટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે શુક્રવારે મધરાતે આધેડ વયના પુરુષ નિકોલ વિસ્તારમાં એસ.પી.રિંગ રોડ ઉપર દાસ્તાન સર્કલ પાસેથી ચિલાડા તરફ જવાના માર્ગ ઉપર તેઓ રોડ ક્રોસ કરતા હતા આ સમયે કાર ચાલક તેમને ટક્કર મારીને મોતને ઘાટ ઉતારીને નાસી ગયો હતો. બનાવ અંગે જાણ થતાં તેઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા ત્યારે એમ્બ્યુલન્સ ચાલકે હકીકત કહી હતી જેથી પોલીસે  અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આસપાસના વિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષમાં લગાડેલા CCTV ફૂટેજ આધારે ફરાર વાહન ચાલકની તથા મૃતકના સગા સંબંધીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application