આણંદના નેસ ગામ નજીક બાઈક પર પ્રોવિઝન સ્ટોરનો સામાન લઈને જઈ રહેલા મોગરી ગામના આધેડને હાઈડ્રાક્રેનના ચાલકે અડફેટે લેતા મોત નિપજ્યું હતું. આ અંગે ડાકોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આણંદના મોગરી ગામે રહેતા અને ઠાસરા તાલુકાના નેસ ગામે પ્રોવિઝન સ્ટોર ચલાવતા કનુભાઈ પરમાર (ઉ.વ.૫૦) બુધવારે બપોરે ડાકોરથી નેસ ગામે પોતાની દુકાનનો સામાન લઈને ટુવ્હીલર પર જઈ રહ્યા હતા.
દરમિયાન તેઓ નેસ નજીક રસ્તાની સાઈડમાં ઉભા હતા. ત્યારે હાઈડ્રા ક્રેનના ચાલકે કનુભાઈને અડફેટે લીધા હતા. આસપાસમાં લોકો એકઠા થઈ જતાં ચાલક હાઈડ્રાક્રેન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. જેથી સ્થાનિકોએ ઈજાગ્રસ્તને ખાનગી વાહનમાં ડાકોરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ડાકોર પોલીસ દોડી આવી હતી અને ફરિયાદની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application