ડાંગ જિલ્લા કલેક્ટર ધર્મેદ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગતરોજ કલેક્ટર કચેરીનાં સભાખંડમા ડાંગ જિલ્લાનાં રાજવીઓ સાથે ડાંગ દરબાર-2023નાં આયોજન અંગે બેઠક યોજાઇ હતી. ડાંગ દરબારનો મેળો પરંપરાગત રીતે દર વર્ષે યોજવામા આવે છે. આ મેળો હોળીના પાંચ દિવસ પહેલા યોજવામા આવે છે. ડાંગ દરબારનુ ઉદઘાટન રાજ્યપાલના હસ્તે કરવામા આવે છે. રાજ્યપાલ દ્વારા ડાંગ જિલ્લાના પાંચ રાજવીઓનુ સન્માન કરવામાં આવે છે.
ચાલુ વર્ષે ડાંગ દરબાર યોજવા અંગે તંત્ર દ્વારા આયોજનની બેઠક બોલાવામાં આવી હતી. જેમા સંભવિત 2 થી 6 માર્ચ સુધી હોળી પહેલા ડાંગ દરબાર યોજવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડમાં યોજાયેલ બેઠકમાં નાયબ દંડક, જિલ્લા પંચાયત પ્રમુખ, અધિક નિવાસી કલેક્ટર, પ્રાંત અધિકારી તેમજ આહવાનાં સરપંચ અને ઉપસરપંચ ઉપસ્થિત રહ્યાં હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500