Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ દરબારના ભવ્ય ભાતિગળ મેળાના આયોજન-વ્યવસ્થા સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

  • March 07, 2024 

ડાંગની ભવ્ય ભાતિગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા 'ડાંગ દરબાર'નો ઐતિહાસિક લોકમેળો તારીખ ૨૦થી ૨૪ માર્ચ ૨૦૨૪ દરમિયાન આહવા ખાતે યોજાનાર છે. ત્યારે, આ પરંપરાગત લોકમેળાના સુચારૂ આયોજન અને વ્યવસ્થાને ધ્યાને લઈ ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જુદી જુદી સમિતિઓ સાથે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આહવાના આંગણે યોજાનારા આ મેળાના ઉદ્દધાટન સમારોહ અગાઉ યોજાતી, રાજવીશ્રીઓની ભવ્ય શોભાયાત્રા, અને આહવાના રાજમાર્ગો ઉપર યોજાતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત માન. રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં યોજાતો ઉદ્દઘાટન કાર્યક્રમ, રાજવીશ્રીઓના સન્માનનો કાર્યક્રમ તથા મેળા દરમિયાન રોજ રાત્રિએ યોજાતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનેનું ચોકસાઈપૂર્વક આયોજન કરવા, તેમજ સૌને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કાર્યક્રમને સફળ બનાવવાની અપીલ ડાંગ કલેક્ટરે કરી હતી.


ડાંગ દરબાર-૨૦૨૪ના આયોજન વ્યવસ્થાને ધ્યાને લઈ જિલ્લાની જુદી જુદી સમિતિઓને જવાબદારી સોંપવામાં આવી હતી. મેળા દરમિયાન જિલ્લાના જુદા જુદા સરકારી વિભાગો દ્વારા પ્રદર્શિત કરાતા માહિતીપ્રદ પ્રદર્શન સ્ટોલ્સને પણ વધુ લોકભોગ્ય બનાવવાની હિમાયત કલેક્ટરશ્રીએ કરી હતી. સમગ્ર મેળા દરમિયાન આહવા ખાતે સ્વચ્છ્તા તથા કાયદો અને વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન સુચાર રીતે જળવાઈ રહે તે આવશ્યક છે, તેમ જણાવતા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોને સમયસર કામગીરી પૂર્ણ કરવાની તાકિદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application