માહિતી વિભાગ, ભરૂચ : ભરૂચ શહેરી વિસ્તામાં રખડતા પશુ ત્રાસ અટકાવવા અને નિયમન માટે સરકારશ્રીની માર્ગદર્શિકા તથા નામદાર કોર્ટની સુચના અન્વયે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટરના અધ્યકક્ષ સ્થાને મિંટીંગ યોજાઈ હતી. આ મિંટીંગમાં રખડતા ઢોર, ટ્રાફિક, ગેર કાયદેસર પાર્કિંગ અને દબાણ, ખરાબ રસ્તા વગેરે પ્રશ્રોની સમીક્ષા કરી અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. લાઈઝનીંગ અધિકારીશ્રીઓને જરૂરી દીશાસૂચનો આપ્યા હતા. અસરકારક કામગીરી કરવા માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સુરત વર્તુળના RCMએ પણ સૂચનો કર્યો હતા. રખડતા ઢોરોના નિયંત્રણ માટે સરકારશ્રીની માર્ગદર્શિકા-૨૦૨૩ની રખડતા ઢોરોના નિયંત્રણ માટે ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ભરૂચ, અંકલેશ્વર, જંબુસર,આમોદ નગર પાલિકાના સર્વે પ્રમુખશ્રીઓ, પોલિસ અધિકક્ષ, નિવાસી અધિક કલેક્ટર અને નગર પાલિકાના સી.ઓ. વગેરે હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500