Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લાનાં નિવાસી અધિક કલેકટરની અધ્યક્ષતામાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ

  • January 25, 2023 

સુરત જિલ્લાના નિવાસી અધિક કલેકટર વાય.બી.ઝાલાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં ડિસેમ્બર માસ દરમિયાન બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બાળમજુરી નાબુદી માટે વધુમાં વધુ જાગૃતિ આવે તેવા આશયથી ચાઈલ્ડના કાયદાઓને લગતા પોસ્ટરો, બેનરો, ટેક્ષટાઈલ, જરી ઉદ્યોગો, ખાણીપીણીની લારીઓ તેમજ અન્ય જાહેર જગ્યાઓ પર લગાવવામાં આવે તે અંગે ઝાલાએ જરૂરી સુચનો કર્યા હતા.




બેઠકમાં નિવાસી અધિક કલેકટરએ જણાવ્યું હતું કે, બાળમજૂરીમાંથી રેસ્કયુ કરવામાં આવેલા બાળશ્રમિકોનું પુનર્વસન થાય તેમજ બાળમજુરી અંગે વધુમાં વધુ જાગૃતિ કેળવાય તે માટે સૌને સાથે મળી કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. બાળશ્રમિકોનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે બાળમજૂરી કરાવતા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તે માટેના જરૂરી સુચનો કર્યા હતા.



બેઠકમાં મદદનીશ શ્રમ આયુક્ત એસ.એસ.દૂબે વિગતો આપતા જણાવ્યું કે, ડિસેમ્બર મહિનામાં ટાસ્કફોર્સ દ્વારા હોટલ, ચાની લારી, રેસ્ટોરન્ટમાંથી કુલ ૪ રેડ કરવામાં આવી હતી, જેમાં વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા ૧૪ વર્ષથી નાની ઉંમરના કુલ ૪ બાળશ્રમિકોને રેસ્ક્યુ કરી તેમના પુન:વસનની કામગીરી અંગેની વિગતો આપી હતી. મુકત કરવામાં આવેલા બાળકોમાં ૨ ગુજરાતના, ૨ બિન ગુજરાતી જેમાં એક માલિક સામે એફઆઇઆર કરવામાં આવી હોવાની વિગતો શ્રમ આયુકત અધિકારીએ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application