Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લામાં ‘જિલ્લા આયોજન મંડળ’ની બેઠક યોજાઇ

  • March 08, 2024 

નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અંદાજીત રૂપિયા ૮૦૦ લાખના ૩૩૭ વિકાસ કામો મંજૂર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મંજૂર થયેલા કામોને ઝડપથી હાથ ધરી નિયત સમયાવધિમાં પૂર્ણ કરવા જિલ્લા પ્રભારી મંત્રીની તાકીદ નવસારી જિલ્લાના પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ તથા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજના અંતર્ગત ૨૦૨૪-૨૫ ના વર્ષ માટે રજૂ કરવામાં આવેલ અંદાજીત રૂપિયા ૮૦૦ લાખના ૩૩૭ વિકાસ કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યું હતું.


બેઠકને સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ જિલ્લાના વિકાસકામોનું આયોજન હાથ ધરાય ત્યારે જિલ્લામાં પ્રજાલક્ષી જરૂરિયાતવાળા અગત્યના કામો મહત્તમ રીતે આવરી લેવાની સાથે સામૂહિક વિકાસનાં કામોને અગ્રતા અપાય તે જોવાની પણ તેમણે ખાસ હિમાયત કરી હતી. તેમણે પ્રત્યેક ગામોમાં સ્થાનિકકક્ષાએ પ્રાથમિક્તા ધરાવતા લોક સુવિધાના હાથ ધરાયેલા કામો ગુણવત્તાયુક્ત અને ઝડપથી પૂર્ણ કરવા તથા મંજૂર કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે, સંસદસભ્ય અને ધારાસભ્યના કામોને અગ્રતા આપી સમયસર કામો પૂર્ણ કરવા સાથે માર્ચના અંત સુધીમાં બાકી રહેલા કામો ઝડપભેર પૂર્ણ તાકિદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application