Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તમિલનાડુનાં કૃષ્ણાગિરી જિલ્લાનાં હોસુર નજીક ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્લાન્ટમાં ભીષણ આગ

  • September 28, 2024 

તમિલનાડુનાં કૃષ્ણાગિરી જિલ્લાનાં હોસુર નજીક ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. ટાટા ઈલેક્ટ્રોનિક્સના આ પ્લાન્ટમાં આજે સવારે જ આગ લાગી હતી. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રાહત અને આગ બુઝાવવા માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા કંપનીનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. આ આગનાં ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે.


આગ લાગ્યા બાદ શરૂઆતમાં કર્મચારીઓએ ફેક્ટરીમાં હાજર ફાયર એન્જિન સાથે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો, ત્યારે રાયકોટ્ટાઈ અને ઢેંકનીકોટ્ટાઈ વિસ્તારમાંથી ફાયર વિભાગને બોલાવવામાં આવ્યા હતા. ફાયર વિભાગની ગાડીઓ હજુ પણ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. અહેવાલો અનુસાર, આગની આ ઘટનામાં ત્યાં કામ કરતા અંદાજે 1500 જેટલા કર્મચારીઓ સહિત કોઈને ઈજા થઈ નથી. આ ઘટનાની જાણ થતા રાયકોટ્ટાઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ટીમ આ મામલે તપાસ કરી રહી છે. કેમિકલ યુનિટમાં આગ લાગી હોવાથી આગમાં કેટલો કીમતી સામાન બળી ગયો અને કેટલું નુકસાન થયું તેની તપાસ કરવામાં આવી રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application