Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કતારગામનાં પરિણીત યુવક અને પરિણીત મહિલાએ પ્રેમ પ્રકરણમાં એક સાથે હાથ બાંધી તાપી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

  • December 13, 2023 

સુરત શહેરનાં કતારગામમાં રહેતા પરિણીત યુવક અને પરિણીત મહિલાએ પ્રેમ પ્રકરણમાં એક સાથે હાથ બાંધી તાપી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. જોકે બંને જણા અગલ થઇ જવાના ડરના લીધે આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. સ્મીમેર હોસ્પિટલ અને પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ, કતારગામમાં જપ્તી ફળિયામાં નજીક રહેતો 36 વર્ષીય પ્રતિક ચૌહાણ અને કતારગામમાં રહેતી 30 વર્ષીય પરણીતા મહિલા રવિવારે સાંજે ઉત્રાણ રેલવે ઓવારા બ્રિજ તાપી નદીના કિનારે એકબીજાના હાથ બાંધી નદી કિનારે મૃતહાલતમાં મળી આવ્યા હતા.




કોલ મળતા ફાયર જવાનું ત્યાં પહોંચી નદીમાંથી બંને પ્રેમી પંખીડાને બહાર કાઢીને પોલીસને સોંપી હતા બાદમાં પોલીસ એ કાર્યવાહી કરી બંનેના મૃતદેહ સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જોકે પોલીસે કહ્યુ કે, એક સંતાન ધરાવતો પ્રતિકની એક વર્ષ પહેલા તેના ઘર નજીકમાં રહેતી એક સંતાનની માતા સાથે આંખ મળી ગઇ હતી. જોકે બંને જણા બે વખત ભાગી ગયા હતા. બાદમાં પરત ઘરે આવ્યા હતા. આવા સંજોગોમાં બંનેના પરિવારના સભ્યોએ પ્રેમ સંબંધ નહી રાખવા અંગે બંનેને સજાવતા હતા. જોકે પ્રેમી પંખીડાઓ ચાર દિવસ પહેલા તેઓ ઘરેથી નીકળી ગયા બાદમાં અલગ થઇ જવાનો ડર હોવાથી બંનેએ નદીમાં કુદી આત્મહત્યા કરી હોવાની સકયતા પોલીસે દર્શાવી હતી. જયારે મહિલા મુળ મહેસાગરની વતની હતી. ઘટના અંગે વરાછા પોલીસે તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application