Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દાહોદ : સંજેલી તાલુકાની પરણિત પ્રેમિકાએ હેરાન કરનાર યુવક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો, પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

  • January 27, 2024 

દાહોદ જિલ્લાનાં સંજેલી તાલુકાની એક મહિલાએ તેના પ્રેમી જોડે સંબંધ રાખવાની ના પાડી હતી જેથી પરંતુ આ યુવક ન માનતા આખરે આ મહિલાના સસરાએ પ્રેમી યુવકને ઠપકો આપતા પ્રેમમાં નાસીપાસ થયેલા માથા ફરેલ યુવકે તેની કથિત પ્રેમિકા તેમજ તેના સસરાને બદનામ કરવાના ઇરાદે ઉપરોક્ત બંને પાત્રો મરણ પામ્યા હોવાના સ્ટેટસમાં મરસીયા જેવા ગીતો મૂકી રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા દાહોદની સાઇબર ક્રાઇમ પોલીસે મહિલાની ફરિયાદના આધારે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરનાર યુવકને ઝડપી સાયબર ક્રાઇમ અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સંજેલી તાલુકાની એક મહિલાનું સંજેલી તાલુકાના કાંકરેલી ભેદી ફળિયાના સુરેશ લાલસિંહ બારીયા સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો થોડા સમય બાદ કોઈ કારણોસર બંને વચ્ચે ચાલતા પ્રેમ સંબંધનો અંત આવતા મહિલાએ સુરેશ બારીયા જોડે વાત કરવાનું ના પાડી દીધું હતું.



ત્યારબાદ પણ સુરેશ ન માનતા આખરે આ મહિલાના સસરાએ તેને ઠપકો આપતા પ્રેમ સંબંધમાં રહેવાની જીદે ચડેલા સુરેશે આખરે પોતાની પ્રેમિકા અને તેના સસરાને બદનામ કરવાનું નક્કી કરી લીધું હતું અને facebook પર ફેક ID બનાવી તેમના ફોટા નો ગેરકાયદેસર દુરૂપયોગ કરી ઉપરોક્ત બંને પાત્રો મરણ પામ્યા હોવાના સેડ ગીતો મૂકી સ્ટેટસ ચડાવી બદનામ કરવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટા, અને સ્ટેટ્સ અંગે મહિલાને જાણ થતા આ પીડિત મહિલાએ દાહોદના સાઈબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમના પી.આઇ.ના નેતૃત્વમાં આ કેસની તપાસ હાથ ધરવામાં આવતા સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરનાર વ્યક્તિ આણંદ ખાતે હોવાનું ટ્રેસ થતા ફાઇબર ક્રાઇમની ટીમે આણંદ ખાતે પહોંચી યુવકને ઝડપી લીધો હતો અને જે મોબાઈલ ફોન મારફતે સોશિયલ મીડિયામાં મહિલા અને તેના સસરાના વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા તે મોબાઇલ પણ કબ્જે લીધો હતો.



પકડાયેલા સુરેશ લાલસીંગ બારીયા ને પોલીસ મથકે લાવ્યા બાદ પૂછપરછ હાથ ધરતા આ પકડાયેલો યુવક મહિલાનો કથિત પ્રેમી હોવાનું બહાર બહાર આવ્યું હતું અને આપ મહિલાએ તેના જોડે સંબંધ રાખવાનો ના પાડતા આ યુવક નફરતની આગમાં બળી રહ્યો હતો. અધુરામાં પૂરું આ મહિલા જોડે સંબંધ ના રાખવા અંગે તેના સસરાએ ઠપકો આપતા ઉપરોક્ત બંને સસરા વહુને બદનામ કરવાના ઇરાદે આ યુવકે ગુનાખોરીનો રસ્તો પસંદ કર્યો હતો. પરંતુ તે ભૂલી ગયો હતો કે પ્રેમમાં બળજબરી ના થાય જો તમે બળજબરી કરવા જશો તો તમે ચોક્કસથી જેલ જવાનો વારો આવી શકે છે. ઇન્ટરનેટની આ આધુનિક દુનિયા માનવજાતના સદ ઉપયોગ માટે બનાવવામાં આવી છે. પરંતુ આજના સમયમાં આનો સદુપયોગ ઓછો અને દુરુપયોગ વધારે થઈ રહ્યો છે. જેના પગલે સાયબર ક્રાઇમના ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ગુનામાં પણ પોલીસે મહિલા અને તેના સસરાને બદનામ કરવાનું કૃત્ય કરનાર સંજેલી તાલુકાના કાંકરેલી ભેદી ફળિયાના સંજય લાલસીંગ બારીયાને જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application