Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રિલેશનશીપમાં છેતરપિંડી કરવી અથવા બ્રેકઅપ કરનાર પુરુષની સામે થઈ શકે છે ગુનો દાખલ

  • July 06, 2024 

ભારતમાં ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ કરવામાં આવ્યાં છે. તેવામાં લાગુ કરાયેલા નવા કાયદામાં અમુક કલમ ફેર-બદલવામાં આવી છે. ત્યારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 69ને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. જેમાં કોઈ વ્યક્તિ છેતરપિંડીથી અથવા ઈરાદા પૂર્વક કોઈ સ્ત્રીને લગ્ન કરવાનું વચન આપીને તેના સાથે સંબંધ બાંધે છે તો આવા કિસ્સામાં તે પુરુષને 10 વર્ષની જેલ થઈ શકે છે. લીગલ એક્સપર્ટનું કહેવું છે કે, આવા કિસ્સામાં બળાત્કારનો ગુનો લાગુ પડતો નથી. પરંતુ આ નવા કાયદાથી પુરુષો વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તેવામાં કોઈ પુરુષ પર 69 કલમ લગાડવામાં આવે તો પોતાને નિર્દોષ કઈ રીતે સાબિત કરી શકે તે એક મોટી સમસ્યા છે. 2019માં એક છોકરીએ છોકરા પર અપહરણ અને બળાત્કારનો કેસ કર્યો હતો. જેને લઈને છોકરાને 4 વર્ષ જેલની સજા ભોગવવી પડી હતી.


જ્યારે મે મહિનાની શરૂઆતમાં કોર્ટમાં છોકરીની જુબાની લેવામાં આવી ત્યારે છોકરીએ લગાવેલા આરોપ સામે ફરી ગઈ હતી. બીજી તરફ, જે ગુનો છોકરાએ કર્યો જ ન હતો તેની સજા એને ભોગવી હતી. જ્યારે કોર્ટે છોકરાને નિર્દોષ છોડીને છોકરીને 4 વર્ષની સજા ફટકારી હતી. તેવામાં ભારતીય ન્યાય સંહિતાની 69  કલમને લઈને લીગલ એક્સપર્ટે જણાવ્યું હતું કે, રિલેશનશીપમાં છેતરપિંડી કરવી અથવા બ્રેકઅપ કરનાર પુરુષની સામે ગુનો દાખલ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટમાં વકીલ અનિલ સિંહ શ્રીનેટનું કહેવું છે કે, ભારતીય ન્યાય સંહિતાની કલમ 69 પ્રમાણે કોઈ પાર્ટનર સાથે છેતરપિંડીથી અથવા લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધે છે, તો આવા સંબંધો બળાત્કારના કેસમાં સામેલ થતાં નથી.


આવા કિસ્સાઓમાં ઓછામાં ઓછી 1 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજા અને દંડ થઈ શકે છે. નોકરી, પ્રમોશન અથવા લગ્નનું વચન આપીને પાર્ટનરને સંબંધ બાંધવા માટે પ્રેરિત કરવું કેસમાં કલમ 69 લાગુ કરવામાં આવે છે. જોકે, આ કલમનો વ્યાપ મોટો હોવાથી તેનો દુરુપયોગ થવાની પણ શકયતા વધુ રહે છે. બીજી તરફ, ખોટા બળાત્કારના કેસો વધી રહ્યાં છે. આ ઉપરાંત, મોટા ભાગના સંબંધોમાં બ્રેકઅપ થતું હોવાથી મહિલા પાર્ટનગર એફઆઈઆર દાખલ કરે તેવી શક્યતા રહે છે. દિલ્હીની સાકેત કોર્ટના વકીલ શિવાજી શુક્લાનું કહેવું છે કે, કલમ 69માં પહેલાથી એવુ માનવામાં આવે છે કે પુરુષ પાર્ટનગર આરોપી છે. તેવામાં પુરુષ પોતે નિર્દોષ છે તેવું સાબિત કરવું મુશ્કેલ બની જાય છે. ઉલ્લેખનીય છે કે ઘણાં કિસ્સામાં કેટલીક મહિલાઓ પોતાના સંબંધો ખરાબ થતાં ખુદના અહંકારને સંતોષવા અથવા તેમને હેરાન કરવા માટે પુરુષ પાર્ટનર પર બળાત્કારનો આરોપ લગાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application