મુંબઈનાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેગેજ સ્ક્રીનીંગ દરમિયાન એક પેસેન્જર બેગમાંથી લાઈવ બુલેટ મળી આવતા તપાસ એજન્સીઓમાં ચકચાર જાગી હતી. આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રવાસી દોહાથી મુંબઈ એરપોર્ટ આવ્યો હતો. પેસેન્જર ત્યાંથી કેરળના કોઝિકોડી જવા રવાના થવાનો હતો. સિક્યુરિટી એજન્સીઓની બાજ નજરથી તે બચી શક્યો નહોતો. આરોપીના સામાનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાનું જણાતા તપાસ હાથ ધરવામાં આવી હતી પછી તે કારતૂસ સાથે ઝડપાઈ ગયો હતો. પ્રવાસી સામે આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, 4 ફેબ્આરીએ દોહાથી મુંબઈની ફ્લાઈટ આવી હતી. આ ફ્લાઈટમાંથી આરોપી પ્રવાસી ઉતર્યો હતો. તેને કેરળના કોઝિકોડી એરપોર્ટ જવાનું હતું. આ પેસેન્જરની ઓળખ ફૈઝલ પરમબીલ તરીકે થઈ છે. એક અધિકારીએ વધુમાં જણાવ્યું કે, જ્યારે લેવલ-4 પર શારીરિક તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને તેની બેગમાંથી એક જીવત કારતૂસ મળી હતી. પછી સીઆઈએસેસફ અને શહેર પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે આ મામલામાં મુસાફર ફૈઝલ વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25 અને 3 હેઠળ કેસ નોંધ્યો છે.
આ પ્રવાસીને સામાનની તપાસ માટે લેવલ-1 પર મોકલવામાં આવ્યો હતો. તેના બેગની તપાસ દરમિયાન બેગમાં કંઈક શંકાસ્પદ જોવામાં આવ્યું હતું. આ પછી તેને બેગ સ્કેનિંગ માટે લેવલ-2 પર મોકલવામાં આવ્યો હતો. ત્યાં તેની બેગમાં પણ આ જ ઇમેજ જોવા મળી હતી. આ શંકાસ્પદ ઇમેજ જોયા બાદ તેને લેવલ-3માં મોકલવામાં આવ્યો હતો. આ પછી તેની બેગને ફરીથી તપાસ માટે લેવલ-4 પર મોકલવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500