સોનગઢ તાલુકાનાં જંગલ વિસ્તારનાં ગોલણ ગામે પાણીની ટાંકીનાં નિર્માણ દરમિયાન સ્લેબ સાથે ચાર મજૂરો નીચે પટકાતા એક મજુરનું મોત થયું હતું જયારે ઘટનામાં ઈજા પામનાર મજૂરે પોલીસ મથકે અકસ્માત મોતની જાહેરાત આપી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં મલંગદેવ જતા રસ્તા પર જંગલ વિસ્તારનાં ગોલણ ગામે પાણી પુરવઠાની ટાંકી બનાવવાનું કામ ચાલે છે.
જોકે મંગળવારે ટાંકીના ઉપરના ભાગે સ્લેબ ભરવાનો ચાલુ હતો ત્યારે અચાનક સ્લેબ અને સ્ટ્રક્ચર સાથે ચાર મજૂરો નીચે પટકાયા હતા અને સ્ટેજના સ્ટ્રક્ચર નીચે દબાઈ ગયા હતા. આ બનાવમાં મજૂર અનિલ અંજીભાઈ ગાવિતનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ અમિત મજુરો અમિત ગાવિત, સુનિલ ગાવિત અને કિશાન ગામીત ઈજાગ્રત થયા હતા. આ બનાવ અંગે ઈજા પામનાર મજુર સુનિલ ગામીતે છે રાત્રે સોનગઢ પોલીસ મથકે અકસ્માત મોતની જાહેરાત આપી હતી જેમાં સ્લીપ ભરવાની કામગીરી દરમિયાન આકસ્મિત રીતે સ્લેબને ભરવા માટેનો ટેકો નીચેથી સરકી જતાં સ્લેબ સાથે નીચે પડી દટાઈને મજુરનું મોત થયાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application