હાવડા-દિલ્હી ગ્રાન્ડ કોડ લાઇન પર કોડરમા સ્ટેશનથી લગભગ 20 કિમી દૂર પરસાબાદ રેલ્વે સ્ટેશન નજીક રેલ્વેનો ઓવરહેડ વાયર તૂટવાને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન ટ્રેક પર કામ કરતા મજૂરનું મોત થયું છે. ઉપરાંત આ ઘટનામાં અન્ય એક મજૂર અને 4 મુસાફરને ગંભીર ઈજા થઇ છે. જયારે આ ઘટના આજે બપોરે 12 વાગ્યા આસપાસ બની હતી. ઘટના સમયે, 12801 પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ લગભગ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે અપ લાઇન પરથી પસાર થઈ રહી હતી. ઓવરહેડ હાઇ ટેન્શન વાયર ટ્રેન પર પડતાં ટ્રેનમાં જોરથી અવાજ આવ્યો હતો, જેના કારણે ટ્રેનની અંદર મુસાફરોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application