Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદમાં એક કાપડનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ભાગદોડ મચી, ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી

  • June 14, 2024 

રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એક કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. તેની આસપાસમાં આવેલા કુલ સાત જેટલા ગોડાઉન સુધી આગ પહોંચી ગઈ છે. ફાયર વિભાગની 11 જેટલી ગાડીઓ હવે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહી છે.


કાપડ અને સિન્થેટિક હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ છે. મળતી માહિતી અનુસાર, દાણીલીમડા જૂના ઢોર બજાર પાસે આવેલા પટેલ મેદાનમાં વિવિધ ગોડાઉન આવેલા છે. જેમાં એક કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા 11 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આ ઘટનામાં અત્યાર સુધીમાં જાનહાનિના કોઈ સમાચાર નથી. આગ કયા કારણોસર લાગી તે હજુ સામે આવ્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News