Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરના વાંકા ચાર રસ્તા પાસેથી જુગાર રમાડનાર એક ઝડપાયો

  • August 26, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરના વાંકા ચાર રસ્તા પાસે જાહેરમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે મુંબઈ શ્રીદેવી બજારથી નીકળતા વરલી મટકાના આંકો ઉપર જુગાર રમાડતા એકને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૩/૦૮/૨૦૨૩ના રોજ ખાનગી વાહનમાં બેસી પ્રોહી તથા જુગાર અંગેની રેઈડમાં નીકળ્યા હતા.

તે દરમિયાન ખાનગી ફરતા ફરતા વાંકા ચાર રસ્તા પાસે જાહેરમાં કેટલાક ઈસમો કઈક આપ લે કરતા જેથી જ્ય્ગાર રમતા હોવાની શંકા જતાં પોલીસે તરત સ્થળ ઉપર જઈ રેઈડ કરતા ત્યાંથી કેટલાક ઈસમો ભાગી છૂટ્યા હતા. જોકે ત્યાં સ્થળ ઉપર બેસેલ એક ઈસમ ઝડપાઈ જતાં પોલીસે તેનું નામપૂછતા તેણે પોતાનું નામ, સાહેબરાવ આશારામ કોળી (રહે.અર્તુલી ગામ, પાટિલ ફળિયું, નિઝર)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે જુગાર રમાડતા આ ઈસમ પાસેથી જુગાર રમવાના સાધનો અને જુદા જુદા દરની ચલણી નોટોનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News