Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના હાથી ફળીયામાંથી જુગાર રમાડનાર એક ઝડપાયો

  • February 14, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ નગરના હાથી ફળીયામાં વગર પાસ પરમિટે મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો પર ઓનલાઈન હાર જીતનો જુગાર રમાડનાર જુગારી ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ શનિવારનાં રોજ સાંજના સમયે મળેલ બાતમીના આધારે હાથી ફળીયામાં આશીર્વાદ કોમ્પલેક્ષ પાસે મોબાઈલમાં એપ્લીકેશન વડે મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો પર ઓનલાઈન હાર જીતનો ઉપર જુગાર રમાડનાર નૈનેષ શ્યામભાઈ કોંકણી (રહે.હાથી ફળિયું, સોનગઢ)ને ઝડપી પાડી તેની પાસેથી એક નંગ મોબાઈલ અને અલગ અલગ દરની ભારતીય ચલણી નોટનાં રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 16,330/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસે ઝડપાયેલ ઈસમ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application