Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ બાગાયત નિયામકની કચેરીના સંયુક્ત ઉપક્રમે પાંચ દિવસની મશરૂમ ઉછેર તાલીમ યોજાઈ

  • July 26, 2024 

નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.ઝેડ.પી.પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત અને નાયબ બાગાયત નિયામકની કચેરીના સંયુક્ત ઉપક્રમે તા.૨૨થી ૨૬ જુલાઈ સુધી પાંચ દિવસની મશરૂમ ઉછેર તાલીમ યોજાઇ હતી. આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. હેમંત આર. શર્માએ જણાવ્યું હતું કે, દેશમાં મશરૂમનું ખૂબ ઓછું ઉત્પાદન અને ઉપયોગ થાય છે, તેથી મશરૂમ ઉછેર વ્યવસાયમાં ખૂબ ઉજ્જવળ વ્યાવસાયિક તકો રહેલી છે. સંયુક્ત બાગાયત નિયામક એચ. એમ. ચાવડાએ તાલીમાર્થીઓને મશરૂમ ઉછેરની અગત્યતા વિશે સમજ આપી હતી.


નાયબ બાગાયત નિયામક ડી.કે.પડાલિયાએ મશરૂમ ઉછેરની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે માહિતીગાર કર્યા હતા. કે.વી.કે સુરતના વૈજ્ઞાનિક ડો. રાકેશ કે.પટેલે મશરૂમ ઉછેર બાબતનું સંપૂર્ણ ટેકનિકલ માર્ગદર્શન થિયરી અને પ્રેક્ટીકલ રીતે આપ્યું હતું. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ઓઈસ્ટર (ઢીંગરી) મશરૂમ સફળતાપૂર્વક ઉછેરી શકાયઃ મશરૂમ એ સંપૂર્ણ ખોરાક છે. તે ખુબ જ ઉંચી ગુણવત્તા ધરાવતુ પ્રોટીન છે. આ પ્રોટીનની પાચન શકિત ૭૦ ટકા જેટલી છે. મશરૂમમાં વિટામીન બી અને સી હોય છે, જેમાં થાયમીન, રીબોફલેવીન, નીઓસીન, બાયોટીન અને પેન્ટોથેનીક એસીડનો સમાવેશ થાય છે.


મશરૂમમાં વિટામીન બી-૧૨ અને ફોલીક એસિડ પણ હોય છે જે સામાન્ય રીતે શાકભાજીમાં ગેરહાજર હોય છે. આ ઉપરાંત તેમાં પોટેશીયમ અને ફોસ્ફરસ વધુ પ્રમાણમાં હોય છે અને સોડિયમનું પ્રમાણ નહિવત હોય છે. આમ, મશરૂમ ખુબ જ ઓછી કેલરી ધરાવતું, વધુ પ્રમાણમાં પ્રોટીન, રેખા અને ઉંચો પોટેશીયમ-સોડિયમનો ગુણોત્તર ધરાવતું હોય ડાયાબીટીશ, ઉચ્ચ રકતચાપના દર્દીઓ અને જાડાપણાથી ત્રસ્ત વ્યકિત માટે સારામાં સારો ખોરાક છે. મશરૂમ ઉછેરમાં જમીન અને સૂર્યપ્રકાશની જરૂર નથી. તે કૃષિની ઉપપેદાશોમાંથી ઉગાડી શકાય છે. ભારતમાં મશરૂમની વિવિધ જાતો ઉગાડવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ઓઇસ્ટર (ઢીંગરી) મશરૂમનું સફળતાપૂર્વક ઉત્પાદન લઈ શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application