Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદનાં એક્રોપોલીસ મોલનાં બીજા માળે આગ લાગતાં દોડધામ મચી

  • July 21, 2024 

અમદાવાદનાં થલતેજ વિસ્તારનાં એક્રોપોલીસ મોલના બીજા માળે આવેલ શેરા કંપનીનાં શો-રૂમમાં શોર્ટ શર્કિટ થવાથી આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જયારે સવારના સમયે આગ લાગવાની ઘટના બનતા મોલના વિવિધ સ્થળે રહેલા અંદાજે 70 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.


ફાયર વિભાગે આગ બુઝાવવા થિયેટર ઉપરાંત ઓફિસો ખાલી કરાવી હતી. શનિવારે સવારે 9.30 કલાકે એક્રોપોલીસ મોલના બીજા માળે આગ લાગી હોવાનો કોલ ફાયર કંટ્રોલને મળતા ફાયર વિભાગનાં અધિકારીઓ 6  વાહન સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. મોલમાં આગનો ધૂમાડો ચારે બાજુ ફેલાઈ જવાના કારણે લોકો મોટી સંખ્યામા બહાર દોડી આવ્યા હતા. ફાયર સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, મોલમાં ધૂમાડો ચારેતરફ ફેલાઈ ગયો હોવાથી લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. મોલમાં સવારે 11 કલાક પછી રાબેતા મુજબ લોકો આવતા હોવાથી મોટી દુર્ઘટના બનતી ટળી હતી. દસ મિનીટમાં ફાયર વિભાગે આગ બુઝાવી કૂલિંગની કામગીરી પુરી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News