Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરાનાં મકરપુરાની યુનિયન બેન્કમાં આગ લાગી

  • July 19, 2024 

વડોદરાનાં મકરપુરા વિસ્તારમાં આવેલ યુનિયન બેન્કમાં લાગેલ આગને ફાયર બ્રિગેડે કાબુમાં લીધી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી યુનિયન બેન્કમાં કામકાજ શરૂ થાય તે પહેલા ધુમાડા નીકળવા માંડતા એક વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી વીજ કંપનીની મદદ લઈ વીજ કનેક્શન કાપ્યું હતું. પરિણામે થોડીવારમાં આગ કાબુમાં આવી ગઈ હતી. જો બનાવની જાણ મોડી થઈ હોત તો બેંકને મોટું નુકસાન જવાની શક્યતા હતી. પરંતુ એક જાગૃત નાગરિકની સતર્કતાને કારણે બેંકમાં મોટી દુર્ઘટના થતા અટકી હતી.(ફાઈલ ફોટો)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application