Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં વેડાપાડા ગામે ઘરમાં આગ લાગતાં પરિવારને નુકશાન પહોંચ્યું

  • April 29, 2024 

નિઝર તાલુકાનાં વેડાપાડા ગામમાં અચાનક એક ઘરમાં આગ લાગતા ઘર-વખરી સહિતનો સરસામાન બળી જતા પરિવારને ભારે નુકસાન પહોંચ્યું હતું. મળતી માહિતી મુજબ, વેડાપાડાના રહીશ ચંદ્રસિંહ વળવીના ઘરમાં કોઈક કારણસર આગ લાગી ઊઠી હતી અને ઘરને આગની જ્વાળાઓએ લપેટમાં લેતા પરિવારજનો તેમજ આસપાસના રહીશોના જીવ ટાળવે ચોંટી ગયા હતા. જયારે આગની જ્વાળાઓએ આસપાસના વિસ્તારમાં ફેલાઈ તો ભારે નુકસાન થવાની શક્યતાઓ હોવાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ મચી ગયો હતો. જોકે રહીશો પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આ આગમાં પરિવારની ઘર-વખરી સહિતનો સામાન તેમજ ઘર આગમાં બળીને ખાખ થઈ જતા પરિવારને ભારે નુકસાન વેઠવાનોવારો આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application