Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરામાં લક્ઝરી બસમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ બુઝાવવી

  • July 14, 2024 

વડોદરામાં તરસાલી બાયપાસ પાસે આદર્શ નગર નજીક ચાર લક્ઝરી બસમાં સવારે અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી જઈ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે એક સાથે ચાર લક્ઝરી બસમાં લાગેલી આગ શંકા ઉપજાવે તેવી બાબત છે. વડોદરા શહેરના તરસાલી બાયપાસ પાસે આવેલા આદર્શ નગર સામે લક્ઝરી બસના ડેપોમાં સવારે પાર્ક થયેલી લક્ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.


એક બસમાં લાગેલી આગ આજુબાજુમાં ઊભેલી અન્ય ત્રણ બસોને પણ લપેટામાં લીધી હતી જેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે પહોંચી જઈ સતત એક કલાક સુધી પાણીનો મારો ચાલુ રાખ્યો હતો અને આગ બુજાવવામાં સફળતા મળી હતી ભીષણ આગને કારણે બે લક્ઝરી બસ તો સંપૂર્ણ રીતે ખાખ થઈ ગઈ હતી જ્યારે અન્ય બે બસ ને ભારે નુકસાન થયું હતું. આગના બનાવ અંગે હાલમાં તો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તેમ જણાવવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application