પારડીનાં ડુંગરી ગામે દેસાઈવાડ ફળિયામાં રહેતા એક પરિવારની દેરાણી-જેઠાણી વચ્ચે કપડા સુકવવાની દોરી બાંધવા બાબતે ઝગડો થયો હતો. ત્યારબાદ પોલીસ ચોપડે સામ સામે ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, ડુંગરી દેસાઈવાડ ફળિયાનાં કલ્પનાબેન વિનોદભાઈ કોળી પટેલને એમની જેઠાણી જ્યોતીબેન લાલુભાઈ પટેલ અને તેની પુત્રી પેક્ષાબને લાલુભાઈ પટેલના ઘરનાં રસોડાનાં બહારનાં ભાગે આવી, તમો અહીં કપડા બાંધવાની દોરી કેમ બાંધી છે, પહેલા અમો અહી કપડાની દોરી બાંધતા હતા તેમ કહી બંને મહિલાએ ભેગી મળી કલ્પનાબેનને અપશબ્દો કહ્યા હતા.
ત્યારબાદ બંને મહિલાઓએ ગાળો આપીને એકદમ ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરી ઢીકમુક્કીનો મારમાર્યો હતો. એટલું જ નહીં, કલ્પનાબેનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જયારે સામા પક્ષે જેઠાણી જ્યોતિબેન પટેલે આપેલી ફરિયાદ મુજબ કપડા સુકવવાની દોરી તોડવા બાબતે દેરાનીને કહેવા જતા બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. આ સમયે દેરાણી કલ્પનાબેને બેટથી જમના પગના સાથળનાં ભાગે માર મારતાં જ્યોતીબેનને મોહન દયાળ હોસ્પિટલમાં સારવાર લેવાની નોબત આવી હતી જયારી તકલ્રા સમયે દીકરી પેક્ષાબેન છોડવવા જતા તેને પણ ઢીકમુક્કીનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આમ,દેરાણી જેઠાણી વચ્ચે કપડા સુકવવાની દોરી બાંધવા બાબતે ઝઘડો થતાં પારડી પોલીસે મથકે સામસામે ફરિયાદ નોંધાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500