Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધારાવીનાં શાહુનગર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ : 25થી વધુ ઘર, દુકાનો, બેકરી, ગોદામ અને ગારમેન્ટ યુનિટ સળગીને ખાખ થયા

  • February 23, 2023 

મુંબઈનાં ધારાવીમાં શાહુનગર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ આગમાં પચ્ચીસથી વધુ ઘર, દુકાનો, બેકરી, ગોદામ, ગારમેન્ટ યુનિટ સળગીને ખાખ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડે સાડા સાત કલાકની જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવ્યો હતો. બાદમાં ફાયર કૂલિંગની કામગીરી ચાલી રહી છે. ધારાવી વિસ્તારનાં કમલા નગરની ઝૂંપડપટ્ટીમાં સવારે 4.15 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ થતાં જ અગ્નિશામક દળના જવાનો 12 ફાયર એન્જીન, 8 વોટર ટેન્કર સહિત અંદાજે 25 ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.








ગીચ વિસ્તાર અને સાંકડા રસ્તાઓને કારણે ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં ઘણી અડચણોનો સામનો કરવો પડી રહ્યો હતો. અંતે આગ કાબુમાં આવી હતી. ધારાવીનાં શાહુનગરમાં આવેલ કમલા નગર એક વિશાળ ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. આ સ્લમ વિસ્તારમાં અનેક નાના-મોટા મકાનો એકબીજાની નજીક ઉભા છે. આ સિવાય આ જગ્યાએ ઘણી નાની દુકાનો છે. આગ લાગી તે પરિસરમાં લેધરની ઘણી દુકાનો છે. અહીં અનેક નાની-મોટી ગારમેન્ટ ફેક્ટરીઓ આવેલી છે. આથી આગ વધુ ફેલાઈ રહી હતી.








આગને કારણે ટ્રાફિકમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો. ધારાવી કમલા નગરમાં આગને લીધે 90 ફીટ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ટ્રાફિકને ધીમી ગતિએ રોહિદાસ માર્ગ તરફ વાળવામાં આવ્યો હતો. ટ્રાફિકને ટી જંકશનથી 60 ફીટ રોડ પર જવાને બદલે રાહેજા માહિમ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આગની જાણ થતા ફાયર બ્રિગેડ સાથે શાહુનગર પોલીસ ઘટના સ્થળે આવી હતી. તેમણે બચાવ કામગીરી હાથ ધરી હતી. આ વિસ્તારમાં નાની દુકાનો અને કારખાનાઓ સાથે અનેક ઘર હતા. પોલીસે તરત જ રહેવાસીઓને ઘરમાંથી બહાર કાઢીને સુરક્ષિતપણે બચાવ્યા હતા.







આગ એટલી ભીષણ હતી કે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. શાહુનગર પોલીસનાં જણાવ્યા અનુસાર ધારાવી કમલા નગરમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ પ્રાથમિક તપાસમાં જાણી શકાયું નથી. આગમાં ઇલેક્ટ્રિક વાયરિંગ અને ઇન્સ્ટોલેશન, કપડાં, પેપર, સિલાઇ મશીન, કપડા અને અન્ય સામગ્રીને પણ નુકસાન થયું હતું. ધ એમ પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application