Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીનાં રંગપુરી વિસ્તારમાં પિતાએ તેની ચાર દીકરીઓ સાથે સામૂહિક આપઘાત કરી લેતાં ચકચાર મચી

  • September 28, 2024 

દિલ્હીનાં રંગપુરી વિસ્તારમાંથી હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે. અહીં રંગપુરી વિસ્તારમાં એક પિતાએ તેની ચાર દીકરીઓ સાથે સામૂહિક આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. માહિતી અનુસાર તેની ચારેય દીકરીઓ દિવ્યાંગ હતી. પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભાડાના મકાનમાં રહેતા આ લોકોના મૃતદેહોને બહાર કાઢી લેવાયા હતા.


મૃતક પિતાની ઓળખ 50 વર્ષીય હીરાલાલ તરીકે થઇ હતી અને તે બિહારના વતની હતા. દિલ્હી પોલીસના જણાવ્યાનુાસર હીરાલાલ કારપેન્ટરનું કામ કરતા હતા અને તેમની પત્નીનું કેન્સરથી એક વર્ષ પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ તેમના પરિવારમાં 18 વર્ષની દીકરી નીતુ, 15 વર્ષીય નિશિ, 10 વર્ષીય નીરુ અને 8 વર્ષીય દીકરી નિધિ જ હતા. માહિતી અનુસાર આ ચારેય દીકરીઓ દિવ્યાંગ હોવાને કારણે હરીફરી શકતી નહોતી. આ કારણે હીરાલાલને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. પત્નીના મૃત્યુ બાદ તે પરેશાન રહેવા લાગ્યો હતો. જોકે હજુ સુધી પોલીસને ઘટના સ્થળેથી કોઇ સ્યુસાઈડ નોટ મળી નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application