કોસંબાનાં સાવા ગામે હાઈવે પર આવેલ સુરજીત હોટલનાં કંપાઉન્ડમાં કન્ટેરમાંથી 19 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કન્ટેરમાં વિદેશી દારૂનો જથ્થો દમણથી ભરીને કોસંબા થઈને નર્મદા જિલ્લામાં જઈ રહ્યાની કોસંબા પોલીસને બાતમી મળી હતી. જેથી કોસંબા પી.આઈ.નાં માર્ગદર્શન હેઠળ પોલીસને ટીમે સાવા ગામની સીમમાં હાઇવે ઉપર આવેલા સુરજીત હોટલનાં કમ્પાઉન્ડમાં છાપો મારતા ત્યાં બાતમીવાળું કન્ટેર મળી આવ્યું હતું.
પોલીસે કન્ટેનર ચાલકને સાથે રાખી તપાસ કરતા અંદરથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 20 લાખ કિંમતનું કન્ટેનર, જયારે 19,96,800/- કિંમતની વિદેશી દારૂની નાની મોટી 10,532 બોટલો, 30 હજાર કીંમતનાં 2 નંગ મોબાઈલ અને રોકડા મળી પોલીસે કુલ રૂપિયા 40,32,300/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારબાર પોલીસે ચાલક મહંમદ આરીફ મન્સુર (રહે.માન્નેખલી જી.બિદર (કર્ણાટક)ની અટક કરી કન્ટેનર માલીક મોહંમદ સફિક મન્સુર (રહે.માન્નેખલી જી.બિદર, કર્ણાટક), હુશેન (રહે.બાગેપલ્લી, કર્ણાટક), કન્ટેનરમાં માલ ભરીજનાર અજાણ્યો ઈસમ, હર્ષદ ચૌધરી (રહે.સાગબારા, જિ.નર્મદા, અને રાજા ભુરીયા (રહે.ડેડીયાપાડા, જિ.નર્મદા)નાંને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500