Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોમ્પલેક્સનાં ચોથા માળેથી પટકાતા ડોક્ટરનું મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • May 04, 2024 

આણંદ શહેરનાં સરદાર પટેલ માર્ગ ઉપર આવેલા કોમ્પલેક્સના ચોથા માળેથી વહેલી સવારે એક 43 વર્ષીય ડોક્ટર નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતું. જોકે ઘટનામાં હત્યા કે આત્મહત્યા તે અંગે અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે. ઘટના અંગે આણંદ શહેર પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આણંદના બાકરોલ-વડતાલ રોડ પર આવેલી તુલસીઆંગન સોસાયટીમાં રહેતા ડો.શ્રેયલ વિનુભાઈ પટેલ (ઉ.વ.43) વ્યવસાયે ડેન્ટીસ્ટ હતા અને શેરબજારમાં ટ્રેડીંગનું કામ કરતા હતા. બાકરોલ ટી-પોઈન્ટ નજીક સરદાર પટેલ માર્ગ ઉપર આવેલા ક્રિષ્ના એરોન કોમ્પલેક્સ ખાતે તેઓ ઓફીસ તથા ડેન્ટલ ક્લીનીક ધરાવતા હતા.


ગત ગુરુવારના રોજ ડો.શ્રેયલ નિયત સમયે ઓફીસ આવ્યા હતા અને જરૂરી કામ પૂર્ણ કર્યું હતું. જોકે મોડી સાંજે પત્ની સાથે વાતચીતમાં તેમણે ઓફીસમાં કામ હોવાથી રાત્રી રોકાણ ઓફીસમાં જ કરશે તેમ જણાવ્યું હતું. દરમિયાન શુક્રવારે વહેલી સવારે પત્નીને જાણવા મળ્યું હતું કે, કોમ્પલેક્સના ચોથા માળે આવેલી ઓફીસના પાછળના ભાગેથી નીચે પટકાતા ડોક્ટરનું મોત નિપજ્યું છે. જેથી પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ અંગે આણંદ શહેર પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ડોક્ટરે આપઘાત કર્યો કે અકસ્માતે પડયો તે અંગે રહસ્ય ઘૂંટાયું છે. હાલ આણંદ શહેર પોલીસે અપમૃત્યુની નોંધ કરી ઓફીસની બહાર તથા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application