સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન વિસ્તારમાં આવેલી કતારગામ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં બે માળની એક બિલ્ડીંગ અચાનક બેસી ગઈ હતી. જોકે આ ઘટના બનતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો છે. સુરત પાલિકાના કતારગામ વિસ્તારમાં જી.આઇ.ડી.સી. આવી છે આ જી.આઈ.ડી.સી.માં પ્લોટ નંબર 731માં જર્જરિત બિલ્ડીંગમાં દુર્ઘટના બની હતી. ગ્રાઉન્ડ ફ્લોર સાથે બે માળ ધરાવતી આ બિલ્ડીંગ જર્જરિત હતી. આ બિલ્ડીંગમાં પહેલા થોડા પોપડા પડયા હતા. ત્યારબાદ અચાનક જ આખું બિલ્ડીંગ ધરાશાયી થઈ ગયું હતું. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ બિલ્ડીંગ ધરાશાયીનો વિડીયો વાયરલ થયો છે. તેના કારણે આસપાસના બિલ્ડિંગમાં કામ કરતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ અંગે પાલિકાના કતારગામ ઝોનના અધિકારીઓ કહે છે, આ બિલ્ડીંગ પાલિકા નહીં પરંતુ જી.આઈ.ડી.સી. હસ્તક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application