મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં નારાણપુર ગામનાં ઝરાલી ફળિયામાં ‘મારામારીની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ’ બાબતે અડધી રાત્રે આવી મહિલા સહીત તેના પરિવારને ગંદી ગંદી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર ત્રણ જણા સામે પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં નારાણપુર ગામનાં ઝરાલી ફળિયામાં રહેતી ટીનાબેન સિદ્ધાર્થભાઈ ચિત્તે ગત તારીખ ૨૯/૦૯/૨૦૨૪નાં રોજ રાત્રીના આશરે નવેક વાગ્યે જમી પરિવારીને સુઈ ગયા હતા. જોકે તે દરમિયાન જોર જોરથી અવાજ આવતા ટીનાબેન તથા તેમના પિતા રતનજીભાઈ રેવાભાઈ ગામીત અને માતા ટાકલીબેન નાઓ જાગી ગયા હતા અને ઘડીયાળમાં જોતા રાત્રીનાં દોઢ વાગ્યા હતા.
તે સમયે કોઈ જોરથી દરવાજો ખોલો તેવી બુમો મારતા હોય જેથી ટીનાબેનનાં પિતાજીએ ઘરનો દરવાજો ખોલ્યો હતો અને સાથે માતા ટાકલીબેન પણ ઘરમાંથી બહાર નીકળ્યા હતા ત્યારબાદ ટીનાબેન દરવાજામાંથી જોતી હતી કે એક ફોર વ્હીલર ગાડી નંબર GJ/05/JQ/6799માં કલ્પેશભાઇ સુભાષભાઇ પાડવી (રહે.નારણપુર ગામ, ઝરાલી ફળિયું, ઉચ્છલ) અને તેના મિત્ર સ્વપ્નીલ તથા ભીંડીયા (બંને રહે.નવાપુર) જેના પુરા નામ કામની ખબર નથી તેઓ સાથે આવ્યા હતા. જયારે સ્વપ્નીલ અને ભીંડીયા ગાડીમાંથી ઉતરેલ હતા અને ભીંડીયાના હાથમાં ડંડો હતો અને કલ્પેશભાઈ ગાડીમાં બેસી બુમો મારી કહેવા લાગેલ કે, તારો ઘરવાળો સિદ્ધુ ઢેળો ક્યાં છે, બોલાવ લુખ્ખાને તેવું કહી માં-બહેનની ગંદી ગંદી ગાળો આપવા લાગ્યા હતા.
પરંતુ ટીનાબેનએ જણાવેલ કે, મારા દિયર રાહુલ ચિત્તે સાથે તમારી મારામારીની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે. તો મારા પતિ સિધ્ધાર્થ જોડે કેમ ઝગડો કરવા આવે છે તેમ કહી તે હાલ ઘરે નથી સુરત છે તેવુ કહેતા કલ્પેશભાઈ, સ્વપ્નીલ અને ભીંડીયા નાઓ ગાળો આપવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા કે, અમે પોલીસથી બીતા નથી અમારુ કોઈ કાંઈ ઉખાડી લેશે નહી તેવું કહી જાનથી મારી નાંખવાની ધમકી આપવા લાગ્યા હતા ત્યારે આજુબાજુમાંથી લોકો જાગી જતા ત્રણે જણા ફોર વ્હીલ ગાડીમાં બેસી સ્થળ ઉપરથી જતા રહ્યા હતા. બનાવ અંગે ટીનાબેન ગામીત નાંએ ઉચ્છલ પોલીસ મથકે તારીખ ૩૦/૦૯/૨૦૨૪નાં રોજ ત્રણેય જણા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500