Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં મતદાન કરતો ફોટો વાયરલ કરનાર યુવક સામે ગુનો નોંધાયો

  • May 09, 2024 

વ્યારા નગરનાં કે.કે.કદમ કન્યા શાળામાં મતદાન મથકમાં મતદાન કરતો ફોટો મતદાર યુવકે વાયરલ કર્યો હતો જે ગેરકાયદે હોવાથી જેની સામે પ્રિસાઈડીંગ ઓફિસરે પોલીસ મથકે ફરિયાદ કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ. વ્યારા નગરનાં કે.કે.કદમ મતદાન મથક ઉપર મતદાન કરતો ફોટો સોશિયલ મીડિયા ઉપર મતદારે વાયરલ કર્યો હતો. ભાજપને વોટ કરતો ફોટો instagram એકાઉન્ટમાં અપલોડ કરતા જે ફોટો વાયરલ થયો હતો. જયારે ચેતન પટેલ 2010 નામની instagramની IDનો ઉલ્લેખ કરી અજાણ્યા મતદાર વિરુદ્ધ આચારસંહિતા ભંગ અને ગુપ્તતાનો ભંગ કરવા બદલ પ્રિસાઈડીંગ અધિકારી રાજેશભાઈ બાબુભાઈ પટેલે વ્યારા પોલીસ મથકે ફરિયાદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application