Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરાનાં ગોરવામાં પત્નીની હત્યા કરનાર પતિને મકાન ભાડે આપનાર મકાન માલિક સામે ગુનો નોંધાયો

  • July 07, 2024 

વડોદરા શહેરનાં ગોરવામાં પત્નીની ઘાતકી હત્યા કરનાર પતિને મકાન ભાડે આપનાર મકાન માલિક સામે પણ પોલીસ કમિશનરનાં જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગોરવા મધુનગર બ્રિજ પાસે સોફિયા પાર્કમાં રહેતા મોઇનખાન ભૂરેખાન પઠાણે (મૂળ બરગૈન,કાસગંજ,યુપી)એ દહેજમાં મળેલી બાઇકના હપ્તા નહિં ભરાતાં પત્ની પાસે રૂપિયા લાવવા દબાણ કરી ત્રાસ ગુજાર્યો હતો.


જોકે મોઇનખાન કોઇને કોઇ કારણસર પત્નીને ત્રાસ આપતો હતો અને બનાવને દિવસે તેણે પત્નીના માથામાં તવો ઝીંકતા તેનું મોત થયું હતું. જેથી ગોરવા પોલીસના પીઆઇ કિરિટ લાઠિયાએ મોઇનની ધરપકડ કરી હતી. આ બનાવમાં પોલીસે મોઇનખાન જે મકાનમાં ભાડેથી રહેતો હતો તેના માલિક સિરાજ અભેસિંગ રાઠોડ પાસે ભાડા કરાર અંગે પોલીસને જાણ કરી છે કે કેમ તેની વિગતો માંગી હતી. પરંતુ હજી સુધી તેમણે વિગતો પુરી નહિં પાડતાં પોલીસે મકાન માલિક સામે પરપ્રાંતીયને ભાડે આપેલા મકાનની જાણ નહિં કરવા બદલ ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application