ડોલવણ તાલુકાના ઘાણી ગામે આધેડ ઉપર હુમલો કરી તેને જાનથી મારી નાંખવાની ધમકી આપવાના કેસમાં કોર્ટે આરોપીને દોષિત ઠરાવી એક વર્ષની કેદની સજા, રૂપિયા 1000/-નો દંડ તથા ઇજા પામનારને રૂપિયા ત્રણ લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. બનવાની વિગત એવી છે કે, ડોલવણનાં ઘાણી ગામના રાજપુત ફળિયામાં રહેતા જયતસિંહ દોલતસિંહ પરમાર ગત તારીખ 2/9/2017ના રોજ રાત્રે ગામમાં આવેલ ગોપાલભાઈની દુકાને ગયા હતા.
તે સમયે ત્યાં હાજર ગામનો યુવક નવદિપસિંહ નીતિન અમરસિંહ પરમાર તેમની સાથે ઝઘડો કરી ઢીક્કામુક્કીનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે ઘટના બાદ ગ્રામજનો અને પરિવારજનો ઘટના સ્થળે આવી પહોંચતા નવદિપસિંહ પરમાર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે ઇજાગ્રસ્ત જયતસિંહ પરમારને સારવાર માટે બારડોલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવતા ડોક્ટરે ઈજા પામનારને લખવાની અસર થયેલ હોય સુરત લઈ જવાનું જણાવતા આઈ.એન.એસ. હોસ્પિટલ સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે અંગેની ફરિયાદ ઈજાગ્રસ્તના પુત્રએ સુરત ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ ડોલવણ પોલીસ સ્ટેશન આવતા તપાસ કરનાર અધિકારીએ જરૂરી તપાસ કરી ચાર્જશીટ કરી હતી અને આ ગુનાની ટ્રાયલ તાપી જિલ્લાના સમક્ષ ચાલતા ફરિયાદિ પક્ષે સરકારી વકીલ સમીર બી. પંચોલી અને રમેશ બી. ચૌહાણએ રજૂ કરેલ પુરાવો તેમજ દલીલનો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી નવદીપસિંહ ઉર્ફે નીતિન અમરસિંહ પરમારને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા, રૂપિયા 1000/-નો દંડ તથા ઇજા પામનારને ત્રણ લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application