મોરબીમાં માતાના ઘરેણાં ગીરવે મુકી યુવક ઈકો કાર ખરીદી માટે રૂપિયા 1.50 લાખ આપી બાકીની રકમ એક મહિના પછી આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. રકમની ચુકવણી બાદ ઓરીજીનલ ડોકયુમેન્ટ આપવાનું નકકી કરીને ઈકો કારનું વેચાણ કરાયું હતું. જોકે 1.50 લીધા બાદ ઈકો કારનું અન્યને વેચાણ કરીને યુવાન સાથે ચીટીંગ થયાની બે ઈસમો વિરૃધ્ધ ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર, મોરબીના કાલિકા પ્લોટ શેરી નં.4માં રહેતા મનોજભાઈ રમેશભાઈ જાદવ (ઉ.વ.30) નામના યુવકે આરોપી અનીલ ડાયાભાઈ જાદવ (રહે.કાલિકા પ્લોટ મોરબી) અને મણીલાલ કરશનભાઈ કાલરીયા (રહે. જીવાપર, મોરબી) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યું છે કે, કુટુંબી ભાઈ અનિલભાઈ ડાયાભાઈ જાદવ અને તેના મિત્ર મણીલાલ કરશનભાઈ કાલરીયા તેમના ઘરે આવ્યા હતા જયાં અનિલભાઈએ વાત કરી હતી કે, તેના મિત્ર મણીલાલ પાસે ઈકો ગાડી છે. જે સસ્તામાં વેચવી છે. જેથી ફરિયાદી મનોજભાઈએ ઈકો લેવાની ઈચ્છા દર્શાવી હતી. ગાડી તેઓ પોતાની સાથે લાવ્યા હોય ઈકો કાર ગમી ગઈ હતી. જેથી રૂપિયા 3 લાખમાં લેવાનું નકકી કર્યું હતું. જેના સોદા પેટે રૂપિયા 1.50 લાખ રોકડા અને બાકીના 1.50 લાખ એક મહિના પછી આપવાનું નકકી કર્યું હતું. યુવક પાસે રૂપિયાની સગવડ ના હોય જેથી માતાના દાગીના ફાયનાન્સ કંપનીમાં ગીરવે મુકી અને પોતાના ફૈબા પાસેથી હાથ ઉછીના લઈ મણીલાલને રૂપિયા 1.50 લાખ આપ્યા હતા.
બાદમાં અનિલભાઈએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને વાત કરી કે, ઈકો ગાડીના અસલ ડોકયુમેન્ટ મણીલાલના ઘરે જીવાપર ગામે હોય જેથી હાલ ઈકો ગાડી આપ જેથી તેના ઘરેથી ઈકો ગાડીના અસલ ડોકયુમેન્ટ લઈ આવીએ. જેથી વિશ્વાસ રાખી ગાડીની ચાવી આપી હતી. બંને ઈકો ગાડી લઈને જીવાપર મણીલાલની ઘરે ગાડીના ડોકયુમેન્ટ લેવા ગયા હતા. બાદમાં ઈકો ગાડી કોઈને કોઈ બહાના બતાવી પરત આપતા ન હતા અને રૂપિયા 1.50 લાખ પરત આપતા ન હતા તથા કાર અન્યને વેચી નાખી છેતરપીંડી કરતા બંને સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500