વ્યારા નગરમાં આવેલ ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકની કસ્ટમર રિલેશન ઓફિસર રહી ચુકેલ ઉર્વશી ઢોડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સચિનકુમાર પ્રભાકરભાઈ શશાને (રહે.ગોપાલનગર, બાબેન ગામ, બારડોલી)નાંએ તેના ફોન પરથી ગત તારીખ ૨૭/૧૨/૨૦૨૩થી તારીખ ૩૦/૪/૨૦૨૪ દરમિયાન રાત્રિના સમયે ફરિયાદીના ફોન પર કોલ કરી ‘તમે આજે લેટ કેમ આવ્યા, તમે આજે ખૂબ સરસ દેખાવ છો, તમને આ કપડા શૂટ થાય છે, તમારે આવા કપડા પહેરવાના વિગેરે વાતો કરી હતી.
આ સચિન શશાએ ઉર્વશી ઢોડીયાએ અનૈતિક સંબંધ રાખવા ચારથી પાંચ વાર માંગણી કરી હતી. આ બાબત ઉર્વશી ઢોડીયાએ બેંકનાં બ્રાન્ચ મેનેજર હર્ષલભાઈ વિજયભાઈ પટેલ (રહે.નારાયણ રેસીડેન્સી, શાસ્ત્રીનગર, મુસા રોડ,વ્યારા)ને જણાવતા તેઓ બંનેએ ઉર્વશીબેન ઢોડીયાનું કામનું ભારણ વધારી હેરાન કરતા હતા જેથી કંટાળીને ઉર્વશી ઢોડીયાએ રાજીનામું આપી દીધું હતું. પરંતુ તે રાજીનામુ નહીં સ્વીકારી ઉર્વશી ઢોડીયા સાથે અનૈતિક સંબંધ બાંધવા અને શોષણ કરવા માંગતા હતા. તેઓ શારીરિક સંબંધ બાંધવા સતત માંગણી કરી શોષણ કરવા માંગતા હોવાની ઉર્વશી ઢોડીયાની ફરિયાદથી પોલીસે બેંકનાં આસિસ્ટન્ટ મેનેજર અને મેનેજર સામે ગુનો નોંધ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500