વડોદરાનાં ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આદર્શ ડુપ્લેક્સમાં રહેતા ઉર્વશીબેન નગીનભાઈ કનોજીયાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મારા પતિ અને સંતાનો સાથે રહું છું મારા પતિન નિવૃત્ત થયા છે અમારે લોન ભરપાઈ કરવાની હતી તેમજ મારા દીકરાના ધંધા માટે પૈસાની જરૂરિયાત હોવાથી મારા ભાઈ વિજયને વાત કરી હતી મારા ભાઈ થકી મેં સુભાનપુરા અનુરાગ સોસાયટીમાં રહેતા જ્યોતિબેન ભરતભાઈ પારેખનો સંપર્ક કર્યો હતો અને 5 લાખ રૂપિયાની જરૂરિયાત હોવાનું કહ્યું હતું જ્યોતિબેન એ મને 5 ટકાનાં વ્યાજે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા.
તેમજ આ વ્યાજના પૈસા પર દર મહિને 25000 રૂપિયા વ્યાજ આપવું પડશે તેવું જણાવ્યું હતું મારી મજબૂરી હોવાથી મેં જાન્યુઆરી-2020માં સ્ટેમ્પ પેપર પર 5 લાખ રૂપિયા તેમજ સિક્યુરિટી પેટે કોરા ચેક આપ્યા હતા મને પાંચ લાખ રૂપિયા આપ્યા તે સમયે બે હપ્તાના 50000 રૂપિયા એડવાન્સમાં જ કાપી લીધા હતા. ત્યારબાદ મેં નવ મહિના સુધી વ્યાજ ચૂક્યું હતું ને અત્યાર સુધી જ્યોતિબેનને 4.55 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં મેં આપેલા કોરા ચેકમાં 3.20 લાખની રકમ ભરી ચેક રિટર્ન કરાવી કોર્ટમાં કેસ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application