કલોલમાં લાઈટ જતા મકાનમાં રહેતો પરિવાર ઉપરના માળે સુઈ રહ્યો હતો ત્યારે નીચેના માળેથી તસ્કરો તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1,85,450/-નાં મુદ્દામાલની ચોરી કરીને ભાગી છુટયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિનોદકુમાર ચિરંજીલાલ ગુપ્તા (રહે.પટેલ કોલોની) હાઇવે રાત્રિના સમયે પોતાના ઘરે હાજર હતા ત્યારે રાત્રે 10 વાગે લાઈટ જતાં તેમનો પરિવાર ઉપરના માળે સુવા જતો રહ્યો હતો અને તેઓ મોડી રાત્રિના સમયે ઊઠયા હતા ત્યારે તેમનો મોબાઇલ અને તેમની પત્નીનો મોબાઇલ મળી આવ્યો નહોતો જેથી તેઓ નીચે આવતા જોયેલ તો ઘરના અંદરની તિજોરી ખુલ્લી હતી અને તેનો સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. કોઈ તસ્કરો તેમના મોબાઈલ તથા ઘરમાં પડેલા તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના જેમાં સોનાનું મંગળસૂત્ર કાનની બુટ્ટીઓ સોનાની વીંટી ચાંદીની પાયલ ચાંદીના સિક્કા રોકડા રૂપિયા 15 હજાર વગેરે મળી કુલ રૂપિયા 1,85,450/-નાં મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું માલુમ પડયું હતું. બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500