Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કીમ નજીક મુળદ ગામનો યુવક ગુમ થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ

  • June 19, 2024 

સુરત જિલ્લાનાં કીમ નજીક મુળદ ગામે યુવક ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઇ જવાનાં મામલે કીમ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કિર્તીરાજસિંહ દેવેન્દ્રસિંહ મહિડા (ઉ.વ.28., રહે.લક્ષ્મી બંગ્લોઝ, મુળદ ગામ, તા.ઓલપાડ, જિ.સુરત) નોકરી કરે છે. જોકે કિર્તીરાજસિંહ ઘરમાં પત્નીને એકાદ કલાકમાં પરત આવું છું કહી બાઈક નંબર GJ/05/LZ/4989 લઈને નિકળ્યા બાદ પરત આવ્યો ન હતો. જેથી પરીવારજનોએ આસપાસનાં વિસ્તાર સહિત સગાસબંધીનાં ત્યાં તપાસ કરી હતી. પરંતુ કિર્તીરાજસિંહનો કોઈ પત્તો નહીં લાગતા તેની પત્ની ગાયત્રીબેને પતિના કીમ પોલીસ મથકે ફરિયાદ કરતા ગુનો નોંધી યુવકની શોધખોળ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application