Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવાની દિપદર્શન શાળા ખાતે વિધ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરાઇ

  • November 04, 2023 

માહિતી વિભાગ, ડાંગ : “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત આહવાની દિપદર્શન માધ્યમિક શાળા ખાતે સ્વચ્છતા ઝુંબેશનુ આયોજન કરવામા આવ્યુ હતુ. સ્વચ્છતા ઝૂંબેશમા શાળાના આચાર્યા સિસ્ટર સુહાસિની પરમાર દ્વારા વિદ્યાર્થીઓને જીવનમા સ્વચ્છતાનુ મહત્વ શુ છે તે અંગેની સમજણ આપવામા આવી હતી. સ્વચ્છતા ઝુંબેશની સેવા પહેલી ઑક્ટોબરથી થઈ હતી. જેમા શાળાના ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓએ શાળાના વર્ગખંડો, પરિસર, રમતનુ મેદાન, શાળાની આસપાસ આવેલી જગ્યાઓ, અને આહવા ગામની શેરીઓ, રસ્તાઓ તેમજ તળાવની આસપાસની જગ્યાઓની સફાઈ કરી હતી. આ સ્વચ્છતા ઝુંબેશમા શાળાના એન.એસ.એસ. યુનિટના સ્વયં સેવકોએ પ્રોગ્રામ ઑફિસર તથા તેમના સાથી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિધ્યાર્થીઓએ સ્વચ્છતા જાળવવાની પ્રતિજ્ઞા લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application