ઉકાઈનાં પાથરડા કોન્ટ્રાક્ટર કોલોનીમાં રહેતો એક પગે દિવ્યાંગ બાબુ કાશીનાથભાઈ વડારી (ઉ.વ.36)નાં પિતાનું અવસાન થતા માતા ભીમાબેન વડારી (ઉ.વ.64) તથા સાથે રહેતા મામા લક્ષ્મણભાઈ અયપ્પાભાઈ વડારી મજૂરી કામ કરી ઘર ચલાવે છે. જોકે ગુરૂવારે રાત્રે તમામ ઘરની બહાર પલંગ પર હતા. તે વખતે પાડોશમાં રહેતા માલુબેન ગણેશભાઈ ધોબી (વાઘ) પણ તેમની સાથે બેઠા હતા.
દરમિયાન માલુબેનનો પુત્ર રાકેશ બાઈક પર ભાઈ સચીનને બેસાડી બાબુના ઘરે આવ્યો હતો. અને અચાનક સચિને બાબુનો કોલર પકડી ઢીક-મુક્કીથી મારવાનું ચાલુ કર્યું હતુ. બાબુના માથાના ભાગે મારી દીધો હતો. ત્યારબાદ સચિને પલંગ પરથી ધક્કો મારી બાબુને નીચે પડી દેતા રાજેશે ફરી ઉપરા-છાપરી હોકીના ફટકા માર્યા હતા. જીવલેણ હુમલાને કારણે નીચે પડેલો બાબુ વડારી લોહીલૂહાણ થવા સાથે બેભાન થઈ ગયો હતો. આસપાસથી લોકો દોડી આવતા રાજેશ અને સચિન ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત બાબુને બેભાન હાલતમાં સુરત સિવિલમાં દાખલ કરી માતા ભીમબેન ધોબીએ જૂની અદાવતે બંને ભાઇઓએ હુમલો કર્યાની ફરિયાદ આપી હતી. બનાવ અંગે ઉકાઈ પોલીસે હત્યા કરવાની કોશિષ કર્યાનો ગુનો નોંધી આગળ રાજેશે બાઈક પરથી હોકીનો ફટકો કાઢી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application